માટી ની ખુશ્બૂ

આભ વરસે  અને ધરતી ભીંજાતી
માટીની ખુશ્બૂ હવામાં લહેરાતી
નમણી એક નાર વરસાદે ભીંજાતી
ભીંજાયેલા અંગોએ એ મુંઝાતી
તીરછી  નજરૂંએ એ  વીંધાતી
નીચી નજરૂંએ એ લજ્જાતી
ઉભરાતું યૌવન એના અંગેઅંગમાંથી
વાટે ઉભી રાહ જોતી એ વાલમની
રસિયાની નજરૂંથી એ શરમાતી
માટીની ખુશ્બૂ હવામાં લહેરાતી
Advertisements

ઓક્ટોબર 1, 2009 at 10:32 એ એમ (am) 4 comments

અતૃપ્ત ઝંખના

       ખખડી ગયેલ આ  દેહમા ધબકતુ ‘ તુ  એક દિલ  
                વિચારું હું જીવનમાં ક્યાં કરી’તી ભૂલ ?
 
                દિશે દિશે શોધતો ‘તો એક વિસામો
                છતાંયે ક્યાંયથી પામ્યો ના દિલાસો
               
                જીવન પ્રવાહમાં અટવાઇ ગયો આત્મા
                 રહી ગયો રંજ ન બની શક્યો મહાત્મા
 
                ઘણો  લાંબો કાપવાનો ‘તો જીવનપંથ
                અધવચ કપાઇ ગયો ત્યાં આ તંત
 
                જીવન વાટીકામાં પાંગર્યા ‘તા ફૂલ અનેક
                 પણ માણી ન શક્યો એની કાંઇ મહેક
 
સપ્ટેમ્બર 14, 2009 at 12:03 પી એમ(pm) 4 comments

ચુડીની લાજ – વાર્તા

    કુવેથી  પાણી ભરી માથે બેડું અને ખભે  સીંચણીયું નાખી રાધા ગામ ભણી જઇ રહી હતી. પગમા પહેરેલા કડલાના ભારથી તેની ચાલ વધુ મદમાતી લાગતી હતી. ગળામાંથી વ્હેતો ભજનનો  ધ્વનિ તેની સ્ફુર્તિમાં વધારો  કરી રહ્યો હતો. સામેથી આવતા બે  અસવારોને જોઇ તે આડી ફંટાઇને આગળ વધી. 
      અસવારો તેની નજીક આવતા તેમાંના એકે  બીજાને  કહ્યું , ” કાં ભાયા !  છેને ઘરમાં બેસડવાજેવી ?”
       રાધાના કાને આ શબ્દો અથડાતા તે પાછી ફરી અને બોલી, ” તમારા પંથકમાં  બેન — દિકરીયુંની ખોટ પડી ભાળું, તંઇ આ બાજુ  હાલ્યા આયા કાંઇ?”
      બીજો અસવાર ચુપચાપ ઘોડો ચલાવી રહ્યો હતો તે તર્રતજ બોલ્યો , ” બાઇ !  તું તારે હાલી જા ને ! અમે તો વટેમાર્ગુ  છીએ તી આગળ હાલ્યા જાશૂં.”
     ” વટેમાર્ગુ છો તી વટેમાર્ગુની જેમ હલ્યા જાવને. તમારો મારગ મીં મોકળો કરી દીધો’તી ન ! રસ્તે હાલી જાતી બાઇયુંની ઠેકડી  ઉડાડવી તમ જેવા ભડ માણહને લાજે નીં.” ….. રાધા બેડાના ભારને લીધે  ઝાઝી જીભાજોડી કર્યા વગર ગામ ભણી હાલવા માંડી.    રાધાના અગળ વધ્યા પછી બન્નેએ તેમના ઘોડાને વીસામો આપવા વડલાની છાંય શોધતા ધીમે ધીમે આગળ વધ્યા, અડધોએક ગાઉ આગળ જાતા દુરથી તેમને ધેધુર વડલો દેખયો.  રાજમલ અને વીરુમલ બંન્નેએ ભાથાની પોટલી નીચે મુકી, ઘોડાને છુટ્ટા કરી, ડા પડખે થયા.  સામેથી કોક ખેડુને આવતો જોઇ હોંકારો દઇ તેને પાસે બોલાવ્યો . ખેડુ ;; ” કાં ભા! મારગ ભુલ્યા?” …… “ના,લ્યા, આ તું ગામ ભણીથી  હેંડ્યો આવે ઇ ગામનુ નામ ભાળવું’તું!”………… “આ રામપરાની વાટ ?”  ……. “હોવે ! તું એ પાહેથી  હેંડ્યો આવે, તી માથે બેડું લઇની જાતિ બાઇ  ભાળી?  ઇ કુની દીકરી?”………. ” બાપા મારા તમ તમારે મારગે હાલ્યા જાવ. ઇ છોડીને  વતાવવામાં માલ ની મળે. કંઇને ધૂળ ચટતા કરી મેલ્યા અટાન લગીમાં.”………. “લ્યા! તુ તારે તેના બાપ નુ નામ ભાળને! તને એની જનમકુંડ્ળી કેવાની કાં પડી?” ……….. “ઈ બપલ્યા, ઇના બાપનુ> નામ રણમલજી અને ગામ ના મુખીનો ભાયાત હોવે.” ……..થોડું આગળ  ગયા પછી ” ઇ રામ રામ બાપા, મને ઇ વાતથી દૂર ભાળજો.” …… ” હોવે !  તું તારે નચિંત રે’જે !”
          ખેડુના ગયા પછી રાજમલે વીરુમલને કહ્યું,” હાલ, ભાથું છોડ પેટ્માં બે રોટલા પડે એટ્લે આપણે પછા વળીએ. હવે આગળ ની જાવુ. આ છોડીને હવે માર નામની ચુડીયો  પેરાવે જ  છૂટકો.”……… ” અરે!  રાજમલ તને ગાંડો  ભાળુ? તારી છટકી તો ની મલે ને?”…………. ” વીરુમલ, તારે જે  કે’વું હોય તી કે’ . આ છોડીને  મારા
ઘરમાં ની બેહાડુ તંઇ લગણ મને   ચેન નીં મલે. ઘરે જઇને બાપાને ક\ને વાત મેલુ. બાપા કાંકતો મારગ  કાઢે.”  
                રાજમલે ઘેર પહોંચીને તેના બાપા પાસે વાત મુકી. રાજમલના બપા વિચારમાં પડી ગયા.રામપરાના મુખીના ભાયાતની છોડી જોડે એમના છોકરાના ગજ વાગે ખરા? પણ છોકરાનું મન જોઇને તેમને વેણ નાખવાનું નક્કી કર્યું. તેમને એક ખેડુને બોલાવી તેને રામપરાની વાટ પકડાવી.

        રામપરા પહોંચીને ખેડુએ મુખી પાસે હિરપરાથી તેમના ભાયાત રણમલજીની દિકરીનુ માંગુ લઇને આવ્યાની વાત મુકી. મુખીએ રાધાને બોલાવી કહ્યું; ” છોડી, હિરપરાથી તારા હાટુ માંગુ આયુ સે. ઘરભર્યં ભાદયું સે ને એક્નોએક દીકરો સે, તું હા ભણે તો આ માણહને ગોળ ખવડાવી નારિએળ આપી વળાવુ.” ……. રાધા બોલી ” મુખી બાપા, જે ખરો મરદનો બચ્ચો તેની ચુડીઓ હું પહેરું. મારાબાવડામાં જે જોર મળે તેની સામે જે ખરો પડે તેવો હોય તી મને તો ખપે.ભર્યાભાદર્યા ઘરવાળો ખરે ટાણે બારણા પછળ ભરાઇ બેહે એને હુ> મારા પગ પાહે પણ ની બેહારું.”

      હિરપરા જઈને ખેડુએ રાઘાના વેણ રાજમલના બાપાના કાને નાંખ્યા. રાજમલના બાપા તો એ વાત ને ભુલી પણ ગયા હતા, પણ રાજમલે મનમાં ગાંઠ વાળી. એ એની મર્દાનગીનો પરચો દેખાડ્વાની રાહ જોતો દિ’ ભાંગી રહ્યો. એવામાં દેકારો બોલ્યો કે બહારવટીયા ગામ ભાંગવા આવી રહ્યા છે……. હિરપરા ગામના સઘળા જણ ધડાધડ બરણા ભીડી ઘરમાં ભરાઇ બેઠા, પણ રાજમલે વીરુમલને હાક દિધી, ” વીરુમલ હાલ આપણા સહુ ભેરુઓને ભેગા કર, ગામને પાદર પુગી દસ-બાર જુવાનીયાએ ભેગા થઇને બહારવટીયા ગામ ભાંગે તી પે’લા તેમને ભગાડેજ છુટકો.”

                          બહારવટીયા ગામને સીમાડે આવ્યા ત્યાં રાજમલની બંદુકમાંથી ગોળી છુટી અને એમાંનો એક ઘોડા પરથી   ભોંય ભેગો થતાં બહારવટીયા ચેતી ગયા. એમની ટોળીનો મુખીયો બોલ્યો, ” મારું હાળું  કૌતુક ભાળું. કદીની મળે ને આજ આ બંદુક પકડનારો ભડ ચ્યાંથી ફુતી નીકળ્યો?”……. પછીતો ગોળીઓની જે રમ્ઝટ બોલી કે આખું ધણ્ધણી ઉઠ્યું. બહારવટીયાની  ટોળીના કૈંક ધુળ ભેગા થયા. તો  કેટલાયે મરવાની બીકે નાસી છુટ્યા. તો રાજમલની ટોળીના બે  -ત્રણ જવાનીયાઓએ પણ જાન ગુમાવ્યા.થોડાઘણાને  નાની મોટી ઇજા થઇ અને રાજમલને ગોળી  છાતી  વિંધતી  સોંસરવી આરપાર નીકળી ગયી.  ગામ લોકોએ એને ખાટ્લે નાંખી નજીક્ના શહેરની હોસ્પીટલ ભેગો કર્યો. નાનકડા શહેર્ની હોસ્પીટલ્માં જેટલી  સગવડ મળી તે પ્રમાણે ડોકટરે તેની સારવાર કરવાની શરુ કરી દીધી.
         ઉડતી ઉડતી આ વાત રાધાના કાને પહોંચી. રાધા  દોડતી મુખીકાકા પાસે પહોંચી, ” મુખી કાકા ! તે દી’ મને ચુડીયો પહેરાવે એવો મરદ માણહ દેખાય તૈં કોઇ ની વાટ ભાર્યા વના હા ભણેહ ઇમ મીં કીધેલું, મુને એવો મરદ માણહ દેખાણો હે. મીં હાલી ઇની કને. મારા બાપાને કે’જો કે મીં વેણ નાખું તંઇં લગનજોટો લઇ આવી પુગે.  ઇ આદમી બહારવટીઆઓને ભગાડતા ઘવાણો હે નીં ઇસ્પીતાલે પડ્યો  મારી વાટ જોવેહે. ઇ મુવો તો ઇના ભ્ળી મારી પણ ચેહ બાળજો, નૈંતો લગન જોટો પેરવા આવી પુગજો.”
           અને રાધા બે જોડી કપડા લઇને ઝાઝો વિચાર કર્યા  વિના બોલી,” માડી મીં ઇસપતાલ  હેંડી. મુખીકાકા કણેથી હા ભનાઇસે.” ….. અને તેણે હોસ્પીટલ્ની વાત પકડી. રસ્તામાં એક ખેડુ ગાડું  લઈને જતો હતો તેને રોકી બોલી ” બાપલા મારા ! તારી  છોડી હાટુ આ કંદરો ઝાલ અને મુને ઝટ અસપતાલ ભેળી કર તો  તારો પા’ડ. ”     હોસ્પીટલ પહોંચીને બોલી, ” તારી ચુડીઓ પહેરવા મીં આઇ ગઈ , હેંડ ઝટ ઉભો થૈ જા.” 
        બસ, તે દીવસથી રાધા લાગી ગઈ રાજમલની ચાકરીમાં.  રાધાની ચાકરી અને હાજરીથી રાજમલના વળતા પાણી થવા માંડ્યા. ગોળી તો ના નીકળી પણ  ઘા ૠઝાવા માંડ્યો. રાધાના  ટેકેટેકે  રાજમલ ચાલવા પણ માંડ્યો. હોસ્પીટલમાંથી  છુટ્ટી મળતાંજ બંન્ને હીરપરા પહોંચ્યા. રાજમલના બાપાને પાયેલાગણ  કરી રાધા બોલી, ” બાપા ! રામપરા વળાવીયો મેકલી મુખીકાકા ને મારા બાપાને કે’ણ મે લો કી હારું મુરત  ભાળી  કંકુ ને લગન જોટો લઈ આવી પૂગે.”
             તે પછી રાધા – રાજમલની જોડીએ આખા પંથકમાં એવી ધાક બેસાડી કે તે દીવસથી હીરપરા ગામની વાટે ગામના દુશ્મન કે બહારવટીયા સુધ્ધાં કોઇએ  નજર કરવાની  હિંમત કરી નથી !!
 
Ms Induben N.
 
                                    ચુડીની લાજ
 
   હા ભનાઇસે.” ….. અને તેણે હોસ્પીટલ્ની વાત પકડી. રસ્તામાં એક ખેડુ ગાડું  લઈને જતો હતો તેને રોકી બોલી ” બાપલા મારા ! તારી  છોડી હાટુ આ કંદરો ઝાલ અને મુને ઝટ અસપતાલ ભેળી કર તો  તારો પા’ડ. ”     હોસ્પીટલ પહોંચીને બોલી, ” તારી ચુડીઓ પહેરવા મીં આઇ ગઈ , હેંડ ઝટ ઉભો થૈ જા.” 
        બસ, તે દીવસથી રાધા લાગી ગઈ રાજમલની ચાકરીમાં.  રાધાની ચાકરી અને હાજરીથી રાજમલના વળતા પાણી થવા માંડ્યા. ગોળી તો ના નીકળી પણ  ઘા ૠઝાવા માંડ્યો. રાધાના  ટેકેટેકે  રાજમલ ચાલવા પણ માંડ્યો. હોસ્પીટલમાંથી  છુટ્ટી મળતાંજ બંન્ને હીરપરા પહોંચ્યા. રાજમલના બાપાને પાયેલાગણ  કરી રાધા બોલી, ” બાપા ! રામપરા વળાવીયો મેકલી મુખીકાકા ને મારા બાપાને કે’ણ મે લો કી હારું મુરત  ભાળી  કંકુ ને લગન જોટો લઈ આવી પૂગે.”
             તે પછી રાધા – રાજમલની જોડીએ આખા પંથકમાં એવી ધાક બેસાડી કે તે દીવસથી હીરપરા ગામની વાટે ગામના દુશ્મન કે બહારવટીયા સુધ્ધાં કોઇએ  નજર કરવાની  હિંમત કરી નથી !!
 
Ms Induben N.

સપ્ટેમ્બર 8, 2009 at 11:41 એ એમ (am) Leave a comment

ભ્રમણા અમારી

તમારી નજરોને ઘાયલ કર્યાતા અમને,

રંજ નથી રહ્યો તેનો અમને,

દૂર રહ્યા સતાવે  યાદો તમારી અમને,

ભલે અમારી યાદ ના હોય તમને,

ઘટાટોપ   છાયામાં નીહાળ્યાંતા તમને,

વિસરાય ના તમારી એ મૂર્તિ અમને,

ક્ષણિક આવેશમાં પકડવા દોડ્યાંતા તમને,

ભૂલાઇ ગયુ એ માત્ર હતી ભ્રમણા અમને,

અદ્ર્શ્ય થયા જોયા ન હતા તમને,

પ્રયત્ન કરવા છતાં ન મળ્યા તમે અમને.

સપ્ટેમ્બર 1, 2009 at 10:30 એ એમ (am) 4 comments

માનવતાની આસ

ધરતી તારા દીઠા રુપ અનેક,

ઓઢી અંચળો ધુમ્મસનો ઢંકાયા અનેક,

ના દીસે સરોવર, ના દીસે વ્રક્ષ,

તોય ધરતી તુ, કદી ના બને રુક્ષ,

સૂરજનું એક કિરણ, પાથરે પ્રકાશ,

ઉષાના આગમને, શોભી રહે આકાશ,

કંઇ રુપ તારા પણ જોયા માનવ,

બની રહ્યા કોઇ દેવ, તો કોઇ દાનવ,

કોઇક બનાવે,તો કોઇક મિટાવે,

વેરી વિનાશ એકબીજાને શરમાવે,

છતાં જીવી રહી કયાંક માનવતા,

કરાવે શુભ કાર્યો તેમની સજ્જતા.

સપ્ટેમ્બર 1, 2009 at 10:25 એ એમ (am) Leave a comment

કોમી બંધુત્વ

મારા આ બ્લોગમાં તા.૨૪ ઓગસ્ટના દિવસે ” સલામ હનીફ્ભાઇ” ના શિર્ષક હેઠળ પ્રગટ થયેલા મારા સ્વાનુભવને ખુબજ મનનીય પ્રતિસાદ સાંપડ્યા છે.એક પ્રતિભાવમાં કહેવાયું છે કે ” ધર્મ કરતા માનવતા અને લાગણીના સબંધ મોટા છે.” …… જ્યારે ઇંગ્લાંડના ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ્ના મંત્રીશ્રી શીરાજભાઇ પટેલે લખ્યું છે કે ” … રાજકીય મુદ્દાઓને બાદ કરીને જો સુયોગ્ય પ્રશ્નો સાથે સાથે સચ્ચાઇ પુર્વક તારણ કાઢવામાં આવેતો મને ચોક્કસ ખાત્રી છે કે ભારતની વિશાળ બહુમતિ અતિભારપુર્વક કહેશે કે તેમને ધર્મ, જાતિ, ન્યાતી,કે રંગને ઉવેખીને પરસ્પરના સહ્ર્દયી સબંધો વચ્ચે શાંતિ અને સુમેળ પુર્વક જીવવું છે.”
      
આવા અતિ મનનીય અને પ્રેરણાત્  પ્રતિભાવો વાંચીને હું મારા વ્યવસાયિક જીવનનો એક પ્રસંગ લખવા પ્રેરાઇ છું……. હું વ્યવસાયે ડોક્ટર હતી [ અત્યારે ૧૦ વર્ષથી નિવ્રુત્ત છું ]. મારી કેરિયરના ૫૦ વર્ષમાંથી પંદરેક વર્ષ મેં હિંદુ-મુસ્લિમ વિસ્તારમાં પ્રેકટીસ કરી છે. મારી સમગ્ર કારકિર્દિમાં મુસ્લીમ પેશન્ટોની સંખ્યા નોંધપાત્ર રહી છે. તેમની સાથેના અનેકવિધ અનુભવો ઉપરથી મેં એવું તારણ  કાઢ્યું છે કે આમ હિન્દુ – મુસ્લીમ વચ્ચે કોઇ વૈમનસ્ય કે દ્વેષ નથી. તેઓ તો ભાઇચારા અને એક્તાથી શન્તિપુર્વક જીવવા ઇચ્છે છે . બે કોમો વચ્ચેનો ભેદભાવ તો કુટીલ રાજકારણ અને મતપેટીના ગંદા ષડયંત્રની સરજત છે. 
…. કોમી આગ ઠરતાંજ શહેરના માર્ગો ઉપર નિર્ભય રીતે ફરતાં કે શાકની લારી ઉપર તથા કરરીયાણાની દુકાનો ઉપરથી બન્ને કોમોના ભાઇ – બહેનોને હળીમળીને ખરીદી કરતાં જોઇને સહેજે પ્રતીતિ થાય કે કોમી એકતાની ભાવનાને કોઇ છેદી શકે તેમ નથી.
      મારા વ્યવસાય દરર્મ્યાન મને થયેલા કેટલાક અનુભવોમાંથી એક અનુભવ હું આપની સમક્ષ રજુ કરવા પ્રેરાઇ  છું……….. તે સમયે મારું ક્લીનિક હિન્દુ – મુસ્લીમ વિસ્તારમાં હતું. મારા લગભગ ૬૦% પેશન્ટો મુસ્લીમ હતાં. એક વખતે શહેરમાં કોમી વાતાવરણ ડહોળએલું હતું, કોમી આગ ક્યારે ભભૂકી ઊઠશે તેની દહેશતના ફફડાટ્માં જનતા જીવી રહી હતી. એવામાં ત્યાં ઝાડા – ઉલ્ટીની તકલીફ ત્રાટકી. મારોજ એક પેશન્ટ ઝડપાયો, મને વિઝીટે બોલાવી. તે સમયે મોડી સાંજના લગભગ આઠ વગ્યા હશે. થોડી ક્ષણો મને દ્વિધા થઇ કારણકે શહેર અશાંત હતું અને રાત પડવા આવી હતી. તે દિવસોમાં હોસ્પિટલની અપુરતી સુવિધાને કારણે હું મારી વ્યવસાયિક ફરજને અવગણી ના શકી અને હું ગઇ. મારા એ પેશન્ટને સલાઇન ચઢાવવા માંડ્યું. ધીમે ધીમે તેને રાહત થવા લાગી પણ એ પછી જુદાજુદા મહોલ્લાઓમાં ઘણી વ્યક્તીઓને આવીજ તક્લીફ થતાં તે વિસ્તારના ભાઇઓએ મને તેમને પણ સારવાર આપવા વિનંતી કરી અને તેને હું અવગણી ના શકી. બધાજ પેશન્ટોને સારવાર આપતાં રાતના બે વાગી ગયા.આવા તંગ વાતાવરણ વચ્ચે પણ  હું જે નિર્ભયતાથી કામ કરી શકી તે હિન્દુ – મુસ્લિમ ભાઇઓએ ખભેખભા મિલાવી જે સેવાકાર્ય કર્યું તેનેજ આભારી હતું…….આ અનુભવ જાણ્યા પછી કોઇ કહી શકશેકે હિન્દુ – મુસ્લીમ વચ્ચે કોઇ દ્વેષ છે?

ઓગસ્ટ 31, 2009 at 4:16 એ એમ (am) 10 comments

સ્નેહ ઝરણું

ભલે  દૂર રહ્યા અમે તમારાથી
તોય કદી ન વિસરાતા અમારાથી 
 
સ્નેહના ઝરણાને શોધવો ન પડે માર્ગ
વ્હેતો રહે હર દિશામાં હંમેશ
 
પવનની પાંખે ઉડીને આવતી મ્હેંક તમારી
બની રહે પ્રેરણા જીવવાની અમારી
 
ભલે ન રહ્યો તમારો સાથ અમને 
મળ્યો પ્રેમ તમારો સદાય અમને                    
                   
ઓગસ્ટ 30, 2009 at 3:32 પી એમ(pm) 1 comment

Older Posts Newer Posts

Blog Stats

  • 2,571 hits

Top Clicks

  • નથી
જુલાઇ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters