“હેતની ઝંખના”- લઘુકથા

ઓગસ્ટ 18, 2009 at 7:16 એ એમ (am) 7 comments

બગીચાના હિંચકા પર બેસી  દાદીમા તેમના પૌત્ર અખિલને વાર્તા સંભળાવતા હતા.એટલામાં ચારેક વંદરાઓનું ટોળુ તેમના બગીચાના ઝાડ પર આવીને બેઠુ.દાદીમા વાર્તા સંભળાવવામાં મશગુલ હતા. પણ નાનો ચંચળ અખિલ એ ટોળા તરફ જોઈ રહ્યો.

એક નાનુ બાળ વાનર તેની માની આસપાસ કુદાકુદ કરતુ હતુ. તેની મા તેને ખેંચીને પોતાની ગોદમાં લઈ વ્હાલ કરવા લાગી.અખિલ બાળવાનરને વ્હાલ કરતી તેની મા સામે જોઇજ રહ્યો.

થોડીવાર પછી તેણે તેની દાદીમાનું ધ્યાન તેમની તરફ દોરી  પ્રશ્ન કર્યો. ” દાદીમા આ વાંદરાંના બચ્ચાને તેની મા વ્હાલ કરે છે તેમ મારી મા મને કેમ વ્હાલ કરતી નથી ?”

દાદીમા  ચુપ રહ્યા .અખિલે તરતજ દાદીમાને કહ્યુ ” તમે તો કઈ બોલતા નથી ?”

દાદીમા અખિલ સામે થોડીવાર જોઇ રહ્યા,પછી બોલ્યા ” બેટા ,તું બહુ તોફાન-મસ્તી કરે છે ને એટલે નહિ કરતા હોય .”

“દાદીમા આ વાંદરાનુ બચ્ચુ પણ કેટલુ તોફાન કરે છે તોય તેની મા તેને વ્હાલ નથી કરતી ? મારો નાનો ભાઇ આશિત મારા કરતા પણ વધારે તોફાન નથી કરતો?  તે દિવસે તો ઘરમાં કુદી કુદીને રમતો હતો અને બોલ મા ને આંખમાં વાગ્યો હતો  તોય મા તેને કેટલુ બધુ વ્હાલ કરે છે ? અને મને કેમ નથી કરતી ?

“બેટા આ પ્રશ્ન તુ તારા બાપુજીને જ પૂછજે ને !” કહી દાદીમા અખિલને દયનીય દ્રષ્ટીએ જોઇ રહ્યા.

Advertisements

Entry filed under: લઘુકથા.

“લાચારી” -લઘુકથા સલામ હનિફ્ભાઇ

7 ટિપ્પણીઓ Add your own

 • 1. પ્રવિણ શ્રીમાળી  |  ઓગસ્ટ 19, 2009 પર 3:28 એ એમ (am)

  ખુબ સરસ લઘુકથા, મોટા બાળક કરતાં નાના બાળકને વધુ પડતું વહાલ અને હેત નો ઝુકાવ, કયારેક મોટા બાળકને લઘુતાગ્રંથિથી પીડાતો કરી દે છે. અને તેથી આઅણે અજાણે પણ મોટા સંતાનને અન્યાય કરીએ છીએ, જે તમે થોડામાં ઘણું બધુ કહી દીધું.

  જવાબ આપો
  • 2. ninduben  |  ઓગસ્ટ 19, 2009 પર 3:59 એ એમ (am)

   સુજ્ઞક્ષ્રી પ્રવિણભાઇ

   આપનો પ્રોત્સાહક પ્રતિભાવ વાંચી આનંદ થયો. ખૂબ આભાર

   જવાબ આપો
 • 3. વિશ્વદીપ બારડ  |  ઓગસ્ટ 23, 2009 પર 3:29 પી એમ(pm)

  sundar story..

  જવાબ આપો
 • 5. સુરેશ જાની  |  ઓગસ્ટ 24, 2009 પર 1:06 પી એમ(pm)

  વિચાર કરતા કરી મૂકે તેવી વાત

  જવાબ આપો
 • 6. Sweta  |  ઓક્ટોબર 16, 2009 પર 6:47 પી એમ(pm)

  Khub j sundar, pan haji vadhare vanchava nu man thayu.

  જવાબ આપો
 • 7. nilam doshi  |  એપ્રિલ 13, 2010 પર 9:12 એ એમ (am)

  nice one..but felt something is missing..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 2,571 hits

Top Clicks

 • નથી
ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

%d bloggers like this: