સ્વપ્નભંગ
October 8, 2009 at 11:08 am Leave a comment
સંધ્યાના રંગોમાં છુપાઇ એક દાસ્તાં પ્રેમઘેલી નારના રોળાયા‘તા સ્વપ્ના ચાંદની રાતે મળ્યાતા બે દિલ બોલતી‘તી આંખો, હતાં બને અબોલ હૈયાની ધડકને દીધાં‘તા કોલ વિસ્રરાયના આ ધડી અણમોલ સ્વપ્નામાં રાચતી નારીને મળ્યો સંદેશ મનનો માણીગર જાતો પરદેશ ધેલી નાર અધીરી બની જોતી વાટ હૈયે હતી મળવાની પુરી આશ સ્વપ્નાં સેવ્યા‘તા જીવન માણવાના પુરાં થશે હવે શૂં આ જીંદગીમાં? વીતી રહી છે આ જીંદગીની ક્ષણો નથી દેખાતાં ક્યાંય આશાના કિરણો અકારૂં થઇ પડ્યું છે એકાકી આ જીવન છેહ દઇ ગયો મને આપી વચન વિસરાતાં નહીં એ અણમોલ સ્વપ્નાં ઢળતી સંધ્યામાં ડુબાવી દઉં આ દાસ્તાંEntry filed under: Uncategorized. Tags: .
Trackback this post | Subscribe to the comments via RSS Feed