કોમી બંધુત્વ

August 31, 2009 at 4:16 am 10 comments

                   
મારા આ બ્લોગમાં તા.૨૪ ઓગસ્ટના દિવસે ” સલામ હનીફ્ભાઇ” ના શિર્ષક હેઠળ પ્રગટ થયેલા મારા સ્વાનુભવને ખુબજ મનનીય પ્રતિસાદ સાંપડ્યા છે.એક પ્રતિભાવમાં કહેવાયું છે કે ” ધર્મ કરતા માનવતા અને લાગણીના સબંધ મોટા છે.” …… જ્યારે ઇંગ્લાંડના ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ્ના મંત્રીશ્રી શીરાજભાઇ પટેલે લખ્યું છે કે ” … રાજકીય મુદ્દાઓને બાદ કરીને જો સુયોગ્ય પ્રશ્નો સાથે સાથે સચ્ચાઇ પુર્વક તારણ કાઢવામાં આવેતો મને ચોક્કસ ખાત્રી છે કે ભારતની વિશાળ બહુમતિ અતિભારપુર્વક કહેશે કે તેમને ધર્મ, જાતિ, ન્યાતી,કે રંગને ઉવેખીને પરસ્પરના સહ્ર્દયી સબંધો વચ્ચે શાંતિ અને સુમેળ પુર્વક જીવવું છે.”
      
આવા અતિ મનનીય અને પ્રેરણાત્  પ્રતિભાવો વાંચીને હું મારા વ્યવસાયિક જીવનનો એક પ્રસંગ લખવા પ્રેરાઇ છું……. હું વ્યવસાયે ડોક્ટર હતી [ અત્યારે ૧૦ વર્ષથી નિવ્રુત્ત છું ]. મારી કેરિયરના ૫૦ વર્ષમાંથી પંદરેક વર્ષ મેં હિંદુ-મુસ્લિમ વિસ્તારમાં પ્રેકટીસ કરી છે. મારી સમગ્ર કારકિર્દિમાં મુસ્લીમ પેશન્ટોની સંખ્યા નોંધપાત્ર રહી છે. તેમની સાથેના અનેકવિધ અનુભવો ઉપરથી મેં એવું તારણ  કાઢ્યું છે કે આમ હિન્દુ - મુસ્લીમ વચ્ચે કોઇ વૈમનસ્ય કે દ્વેષ નથી. તેઓ તો ભાઇચારા અને એક્તાથી શન્તિપુર્વક જીવવા ઇચ્છે છે . બે કોમો વચ્ચેનો ભેદભાવ તો કુટીલ રાજકારણ અને મતપેટીના ગંદા ષડયંત્રની સરજત છે. 
…. કોમી આગ ઠરતાંજ શહેરના માર્ગો ઉપર નિર્ભય રીતે ફરતાં કે શાકની લારી ઉપર તથા કરરીયાણાની દુકાનો ઉપરથી બન્ને કોમોના ભાઇ – બહેનોને હળીમળીને ખરીદી કરતાં જોઇને સહેજે પ્રતીતિ થાય કે કોમી એકતાની ભાવનાને કોઇ છેદી શકે તેમ નથી.
      મારા વ્યવસાય દરર્મ્યાન મને થયેલા કેટલાક અનુભવોમાંથી એક અનુભવ હું આપની સમક્ષ રજુ કરવા પ્રેરાઇ  છું……….. તે સમયે મારું ક્લીનિક હિન્દુ – મુસ્લીમ વિસ્તારમાં હતું. મારા લગભગ ૬૦% પેશન્ટો મુસ્લીમ હતાં. એક વખતે શહેરમાં કોમી વાતાવરણ ડહોળએલું હતું, કોમી આગ ક્યારે ભભૂકી ઊઠશે તેની દહેશતના ફફડાટ્માં જનતા જીવી રહી હતી. એવામાં ત્યાં ઝાડા – ઉલ્ટીની તકલીફ ત્રાટકી. મારોજ એક પેશન્ટ ઝડપાયો, મને વિઝીટે બોલાવી. તે સમયે મોડી સાંજના લગભગ આઠ વગ્યા હશે. થોડી ક્ષણો મને દ્વિધા થઇ કારણકે શહેર અશાંત હતું અને રાત પડવા આવી હતી. તે દિવસોમાં હોસ્પિટલની અપુરતી સુવિધાને કારણે હું મારી વ્યવસાયિક ફરજને અવગણી ના શકી અને હું ગઇ. મારા એ પેશન્ટને સલાઇન ચઢાવવા માંડ્યું. ધીમે ધીમે તેને રાહત થવા લાગી પણ એ પછી જુદાજુદા મહોલ્લાઓમાં ઘણી વ્યક્તીઓને આવીજ તક્લીફ થતાં તે વિસ્તારના ભાઇઓએ મને તેમને પણ સારવાર આપવા વિનંતી કરી અને તેને હું અવગણી ના શકી. બધાજ પેશન્ટોને સારવાર આપતાં રાતના બે વાગી ગયા.આવા તંગ વાતાવરણ વચ્ચે પણ  હું જે નિર્ભયતાથી કામ કરી શકી તે હિન્દુ – મુસ્લિમ ભાઇઓએ ખભેખભા મિલાવી જે સેવાકાર્ય કર્યું તેનેજ આભારી હતું…….આ અનુભવ જાણ્યા પછી કોઇ કહી શકશેકે હિન્દુ – મુસ્લીમ વચ્ચે કોઇ દ્વેષ છે?

Entry filed under: ( સ્વાનુભવની ઘટના ). Tags: .

સ્નેહ ઝરણું માનવતાની આસ

10 Comments Add your own

  • 1. Dilip Gajjar  |  August 31, 2009 at 10:23 am

    ઈન્દુબેન, માણસ સાથે સંબંધ બાંધી તેને જો પોતાનો કરી તેના પરિવારને પૂર્વગ્રહ તજી પ્રેમ ને હૂંફ અપાય તો રાગદ્વેષ, ધર્માધર્મ કોમનું અંતર નથી રહેતું…તમારો અનુભવ પણ સાક્ષી છે અને મને પણ ગુજરાતી લીટરરી ગ્રુપ અઓફ લેસ્ટરના સેક્રેટરી તરીકે.તેવા જ અનુભવ થયા છે.. અમે અહીં મુશાયરામાં ભેદભાવ વિના પ્રત્યેકને એક પ્લેટફોર્મ પર તક આપવામાં આવે છે.અહીં ભારતથી કવિ સંમેલનમાં અનેક કવિને સ્પોન્સર કરવામાં આવ્યા છે તેમની સઘળી વ્યવસ્થા અહીંના મુસ્લિમ બિરાદરો કરે છે અને everyone પોતપોતાની કવિતા નિર્ભય રીતે રજુ કરે છે.બોલ્ટનના સિરાજ પાટેલની વાત કરું તો તેઓ જ્યારે અમ્ને મુશાયમાં બોલાવે તો ખુબ ધ્યાન રાખી અને ચારપાંચ જ હિન્દુ ગુજરાતી માટે પણ વેજીટેરોયન આખું ભાણું પોતે તૈયાર કરાવડાવે અને પાસે ઉભા રહી આગ્રહ કરી પિરસે પણ ખરા અને ખાસ મોંઘેરા મહેમાનની જેમ નવાજિશ કરે. ગુજરાતી રાઈટર્સ ફોરમના અહ્મદ ગુલ તો પાંચ દશ વેજીટેરિયન હોય છતાં ત્રણસો માણસોને વેજીટેરિયન ફુડ જમાડે…આને એકત્વની આત્મિયભાવના ન કહીએ તો બીજુ શુ કહેવાય ? અમારી ગુજરાતી સંસ્થાના પ્રમુખ બેદાર લાજપુરીને ત્યાં ચતુર પટેલ, મુકુલ ચોકસી, રિષભ મહેતા, અદમ આદિલ બધા સાથે જમીએ..અને મહેફિલ જામે ત્યારે બધાની ચર્ચા થાય….

    લાલઘુમ તાપમાં મ્હોરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
    આ નગરની વચોવચમાં હતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
    બેદારના મોઢે નરસિંહ મહેતાની આ ગઝલ ના ઘણા શેર સાંભળવા એક લહાવો છે

    ઈન્દુબેન, આપની ભાવના અને કાર્યને બિરદાવું છું એક મારી પંક્તિથી,…

    વિવિધ ભાષા, વિવિધ ધર્મે, વિવિધ પૂષ્પે ચમન સોહે,
    પ્રભુ ઈચ્છા અમોને ફૂલમાળા ગુંથવાની છે
    http://leicestergurjari.wordpress.com/2009/08/15/મુક્તિ-ગઝલ-દિલીપ-ગજ્જર/

    Reply
    • 2. ninduben  |  August 31, 2009 at 11:35 am

      સુજ્ઞશ્રી દિલીપભાઇ,
      આપનો પ્રતિભાવ વાંચી ખુબજ આનન્દ થયો. કોમી બન્ધુત્વના આવા ઘણા બધાના અનુભવ હશેજ…… યુ.કે. ની ધરતી ઉપર આપ તથા શ્રી.શીરાજભાઇ જેવા મહાનુભવો પરકોમનું જે પ્રેમથી આતિથ્ય કરો છો તે જણી પરમ આનન્દ થયો. આપના પ્રોત્સાહ્પૂર્ણ પ્રતિસાદ માટે ખુબજ આભારી છું.

      Reply
  • 3. vijayshah  |  August 31, 2009 at 11:54 am

    અદભુત પ્રસંગ.
    મને અત્યારે યાદ આવે છે પો ઇ રોશનલાલ બજાજ જેઓની ડ્યુટી જમાલપુર ક્ષેત્રે તોફાનો દરમ્યાન હતી અને તેઓ પણ લગભગ આજ વાત કહેતા. તોફાનો દરમ્યાન સમગ્ર જનતા ભલેને તે ગમે તે વિસ્તારમાં હોય ફડક દરેક્ની એક જેવીજ હોય છે અને દરેક જણ શાંતિ જ ઇચ્છતું હોય છે.

    Reply
    • 4. ninduben  |  September 2, 2009 at 10:08 am

      સુજ્ઞશ્રી વિજય્ભાઇ
      આપનો પ્રતિભાવ વાંચી ખુબજ આનંદ થયો. જ્યાં ડર છે,ભય છે,અસલામતી છે ત્યાં શાંતી ની ઝંખના સ્વભાવિક છે. અને આ લાગણી પ્રત્યેક માનવી અનુભવેછે. આપનો આભાર.

      Reply
  • 5. siraj patel "paguthanvi"  |  August 31, 2009 at 1:13 pm

    Induben
    Namestey
    Ref: Dilip Gajjars comments on your article KOMI BANDHUTVA

    Dear Dilip
    Read your comments on http://induben……………
    Thanks for what you have said about Bolton & Batley. Co-ordial relations and friendlyness among Muslims & Hindus not only stops there, It goes beyond
    the boundaries of Bolton & Batley.

    At the time of the launch of Late Vinay Kavi’s last publication(2008) we all were invited by him to his residence in Leicester prior to going to the hall for the function.At his residence, a very high quality of vegetarian meal with all the warmth & love was served to us by the whole Vinay Kavi family members including women folk. Apart from nice meal, the love & warmth
    extended by a Hindu family members to all of us ( 12 muslims from Bolton-Blackburn) is unforgetable.

    Dilip, the same warmth & love was extended to us by you & your wife when myself, Adam Tankarvi, Imtiaz, Ibrahim Patlun & Yakub Pathik were invited by you at your residence in Leicester.

    Couple of weeks back Prakash .N.Shah a writer & journaslist(from Ahmedabad-India) and Vipool Kalyani from London came to Bolton. Both of them and other local poet friends had a joint vegeratarian meal at my place. Their overnight stay was at Mohamed Sufi’s place & a full morning breakfas(Thepla,Puri,Mango Ras, Fresh Cream, Vermi(sweet chapati) fresh fruit etc etc) at Adam Tankarvi’s daughter Shamim’s residence. What more do we Muslims & Hindus require ? Nothing but co-ordial brotherly and friendly relations likewise. This is what Islam says and I believe SANATAN DHARMA
    says the same thing.

    These are all the classic examples of Hindu-Muslim Unity. Induben’s own example as a Doctor helping people in times of need leaving aside whether the patient was Hindu or Muslim is commendable step deserving all the appreciation from all quarters. She acted like Florence Night-angle & also as Mother Terrasa.

    In this world ” torn & oppressed by wars” we all have to LEARN to LIVE TOGETHER in PEACE and HARMONY, respect one another, respect one another’s culture and faith & be a real human being.

    Regards
    Siraj Patel “Paguthanvi”
    Secretary
    Gujarati Writers’Guild-UK (Estd 1973)

    Reply
    • 6. ninduben  |  September 2, 2009 at 5:27 am

      Dear Sri Shirajbhai,
      Very happy to read yr response to my “Komi Bandhutva”. I was very much interested to know about wonderful dinner parties at your & Shri Dilipbhai’s residences. That imparted the information about literarry activities in U.K.
      Shirajbhai, I m a small fry & Mother Terresa & Florence Night – Angel’s services to the society & world touches the sky. There may be many Doctors who may have rendered their services to both the community in need of immergency, which may not be known to the society. This was only my small expirience which I loved to share with all my relatives,friends & members. Thanks a lot for encouraging me.

      Reply
  • 7. સુરેશ જાની  |  September 2, 2009 at 11:52 pm

    મારી બહેન પણ ડોક્ટર છે અને બહુમતી મુસ્લીમ વીસ્તારમાં તેણે વીસ વરસ કામ કર્યું છે. આ જ અનુભવ.
    મારા પાંચ બહુ જ નજીકના મીત્રો મુસ્લીમ છે.
    તારણ એક જ છે.
    ધર્મની માન્યતા એ સાવ અંગત બાબત છે. એના માધ્યમથી વૈમનસ્ય ફેલાવનારા સમાજના સૌથી મોટા દુશ્મન છે.

    Reply
    • 8. ninduben  |  September 3, 2009 at 4:59 am

      Sugnasri Sureshbhai,
      I entirely agree with your opinion.
      Thanks for your response.

      Reply
  • 9. siraj patel "paguthanvi"  |  September 15, 2009 at 8:07 pm

    Dear shree Sureshbhai
    Our good wishes & congratulations to your Sister who devoted her services as a Doctor for nearly 20 years in a muslim area.
    Not only myself but hundreds and thousands of people would entirely agree with you that religion/faith is a personnal matter

    મારી ગઝલના થોડાક શેર પ્રસ્તુત કરૂઁ છુઁ આશા છે તમોને ગમશે-

    સ્નેહ સઁબઁધ જાળવી રાખો હવે
    દઁભ છોડો દિલ નરમ રાખો હવે

    ઠોકરો છે જિઁદગીની રાહમાઁ
    ફૂઁકી ફૂઁકી ને કદમ રાખો હવે

    તિર ભાલા ફેઁકી દો,ખન્જર અને
    હાથમાઁ કાગળ કલમ રાખો હવે

    અવનવી કોઇ ગઝલ સઁભળાવીને
    સિરાઝ મેહ્ફિલને ગરમ રાખો હવે
    સિરાઝ પગુથનવી

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 1,666 hits

Recent Posts

Categories

Top Clicks

  • None

Top Posts

  • None

 

August 2009
M T W T F S S
    Sep »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

Follow

Get every new post delivered to your Inbox.